અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ, મુખ્યમંત્રીએ કર્યું ટ્વીટ

અમદાવાદીઓ માટે હાલ સૌથી મોટા ખુશખબર મળી રહૃાા છે. અમદાવાદ મેટ્રોની ભૂગર્ભ ટનલનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. આ વિશે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. અમદાવાદમાં ૬.૫૧ કિલોમીટરની ભૂગર્ભ ટનલનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લેતા અમદાવાદીઓને હવે અંડરગ્રાઉન્ડ મેટ્રોની મુસાફરી ખુબ જલ્દી કરવા મળી શકે છે. અમદાવાદમાં એપરલ પાર્કથી શાહપુર વચ્ચે મેટ્રો ટ્રેનની ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. અપ અને ડાઉનિંલકનું કામ પૂર્ણ થયું છે.

તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં ૬.૫૧ કિમી ભૂગર્ભ ટનલમાં મેટ્રો દોડશે. સરસપુર ટનલની કામગીરી પણ ૬૦ ટકા પૂર્ણ થઇ ચૂકી છે. ટનલનુ કામ માર્ચ ૨૦૧૭માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ ટનલનુ કામ ચાલુ હતું. તે કામ પણ ૬૦ ટકા જેટલુ પુરુ થઈ ગયું હતું. ૬ કીલોમીટર વચ્ચે ૪ સ્ટેશન હશે.