અમદાવાદમાં ૦-૧૮ વર્ષની ઉંમરના દર્દીઓમાં કોરોનાનો મૃત્યુદર ૧.૧ ટકા

અમદાવાદમાં પુખ્ત વસ્તીની તુલનામાં ૦-૧૮ વર્ષની ઉંમરના લોકોમાં ઈન્ફેક્શન રેટ અને મૃત્યુદર ઘણો ઓછો જોવા મળ્યો છે, એમ એએમસી દ્વારા સંકલિત આંકડા જાહેર કરે છે. આંકડા મુજબ માર્ચમાં રોગચાળાની શરૂઆતથી ૨૦ ઓગસ્ટ સુધી શહેરમાં ૦થી ૧૮ વર્ષના દર્દીઓમાં કોવિડ -૧૯ ચેપના ૧,૦૭૬ કેસો નોંધાયા છે. જેમાંથી ૧૨ લોકો આ ચેપનો ભોગ બન્યા છે. જે દર્શાવે છે કે આ વય જૂથની ઉંમરના દર્દીઓમાં કોરોનાનો મૃત્યુદર ૧.૧ ટકા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર શહેરમાં પેટા વસ્તીના ૪૫% હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. જેમાં ઘટના દર ૩.૯ ટકા છે, જે સામાન્ય વસ્તીની તુલનામાં ઘણો ઓછો છે. ACS (વન અને પર્યાવરણ) અને અમદાવાદના કોવિડ -૧૯ નિયંત્રણના પ્રભારી રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ’અમે બાળકોના પરીક્ષણ કરી રહૃાા છીએ અને કોવિડ -૧૯ હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરી છે. જેથી થોડા સમય માટે માતાપિતા બાળકો સાથે વાતચીત કરી શકે છે.
પીડિયાટ્રીશિયનએ જણાવ્યું હતું કે ’ઘણા દર્દીઓ એસિમ્પટમેટિક આવે છે અને ફક્ત મેડિકલ સેટિંગમાં જ તેમની સ્થિતિ જાણવા મળે છે. તેઓએ જણાવ્ચું કે, ૦થી ૧૦ વર્ષની વય જૂથમાં અમને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા છે. જેથી બાળકોની ઈમ્યુનિટી સિસ્ટમ પર અસર થઈ શકે છે જે બીમારીમાં તબદીલ થઈ શકે છે. તેમણે કહૃાું કે, જેમને ગંભીર ચેપ લાગતો હોય છે તે મલ્ટિ-સિસ્ટમ ઇન્લેમેટરી સિન્ડ્રોમ (MIS) દર્શાવે છે.’
ગુજરાતનાં પીડિયાટ્રિક્સના સચિવએ જણાવ્યું હતું કે, અમને બાળકોમાં ખૂબ જ હળવા લક્ષણો જોવા મળે છે. જેમાં તેઓને એક કે બે દિવસ માટે તાવ આવે છે અને પછી તે રીકવર થઈ જાય છે. પરંતુ એક વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં રિસ્ક ફેક્ટર્સ વધારે હોય છે.