અમદાવાદ જેવી પિચ પર કુંબલે-ભજ્જી ૮૦૦ વિકેટ ઝડપી શકે: યુવરાજ

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટીકા કર્યા પછી ભારે ટ્રોલ થઈ રહૃાો છે. યુવરાજે ટેસ્ટ મેચ ૨ દિવસમાં સમાપ્ત થઈ જતાં કહૃાું હતું કે, જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી પિચો પર રમત તો અનુક્રમે ૧ હજાર અને ૮૦૦ વિકેટ્સ સાથે કરિયર સમાપ્ત કરત. યુવરાજના આ નિવેદન પર રવિચંદ્રન અશ્ર્વિને પ્રતિક્રિયા આપી છે.

અશ્ર્વિને કહૃાું કે, મેં યુવરાજની ટ્વીટ વાંચી તો મને એમાં કંઈપણ ખોટું ન લાગ્યું. હું એ ન સમજ્યો કે તેઓ અમને કઈ કહેવા માગે છે કે કોઈ સલાહ આપવા માગે છે. મને ખબર નથી પડી કે મારી ટીકા કરી છે કે મારા વખાણ કર્યા છે? અશ્ર્વિને કહૃાું કે, ટેલેન્ટની જગ્યાએ પિચને મહત્ત્વ આપવામાં આવે તો તેને કોઈ વાંધો નથી પરંતુ અત્યારે એક વ્યક્તિગત વિચારને મોટો મુદ્દો બનાવવમાં આવી રહૃાો છે. મને તેનાથી વાંધો છે.

અશ્ર્વિને અમદાવાદની પિચનો બચાવ કરતાં કહૃાું કે, ’તમારા માટે સારી પિચ એટલે કેવી પિચ? જે પ્રથમ બે દિવસ સિમ થાય, પછી બેટ્સમેનને મદદ કરે અને અંતિમ બે દિવસે સ્પિનર્સને મદદ કરે? આવું કોણ નક્કી કરે છે? આવા નિયમો કોણ બનાવે છે? આપણે આવી વાતો બંધ કરવાની જરૂર છે.’ જ્યારે પૂછવામાં આવ્યું કે શું આગામી મેચમાં પણ આવી પિચ જોવા મળશે? તો અશ્ર્વિને કહૃાું કે, એના પર નિર્ભર કરે છે કે તમને શેની આશા છે? અમે એક સારી ક્રિકેટ મેચ રમવાની આશા રાખી રહૃાા છીએ.