સુરત, મંગળવારે વહેલી સવારે ભરૂચના નબીપુર પાસે રેલવેના ઓવરહેડ વાયરમાં ફોલ્ટ સર્જાવવાને કારણે અમદાવાદ – મુંબઈ તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. જ્યારે બે ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય વેસ્ટર્ન રેલવે દ્વારા લેવામાં આવ્યો હતો. ભરૂચ પાસે સર્જાયેલી આ સમસ્યાને પગલે હજ્જારો મુસાફરોની હાલત કફોડી થવા પામી હતી. બીજી તરફ મોટા ભાગની ટ્રેનો નજીકના રેલવે સ્ટેશન પર થંભાવી દેવામાં આવતાં મુસાફરોને પણ કાળઝાળ ગરમીમાં શેકાવવાનો વારો આવ્યો હતો.વેસ્ટર્ન રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે 8.10 કલાકે વડોદરા ડિવીઝનના નબીપુર અને વરેડિયા રેલવે સ્ટેશન વચ્ચે ઓવરહેડ વીજળીનો તાર તુટી પડ્યો હતો. જેને કારણે ડબલ ડેકર, તેજસ, સયાજી નગરી, પશ્ચિમ એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર ભુમિ એક્સપ્રેસ તથા વિવેક એક્સપ્રેસ સહિતની મોટા ભાગના અમદાવાદ – મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોના પૈંડા થંભી જવા પામ્યા હતા. અપ – ડાઉન બન્ને લાઈનમાં સર્જાયેલી ટેક્નિકલ ખરાબીને કારણે તમામ ટ્રેનો નજીકના રેલવે સ્ટેશન પર થંભાવી દેવાનો નિર્ણય લેવામાં આવતાં ટ્રેનોમાં સવાર હજ્જારો મુસાફરોની હાલત કફોડી થઈ જવા પામી હતી. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ ટ્રેનોના પૈંડા થંભાવી દેવાને કારણે મુસાફરો રીતસરના પરસેવે રેબઝેબ નજરે પડ્યા હતા.જો કે, બે કલાકની ભારે જહેમત બાદ ડાઉન ટ્રેક મંથરગતિએ શરૂ થવા પામ્યો હતો અને તેને પગલે ડબલડેકર સ્ટેશન વચ્ચે હાલ યુદ્ધસ્તરે ઓવરહેડ વાયરમાં ખામી સર્જાયેલી હતી જે મોડી સાંજ સુધીમાં દુર કરવામાં આવી હતી. મોડી સાંજ બાદ રેલ્વે વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.રહેતા ચોમાસા દરમિયાન કુવા અને બોરમાં પણ પાણી ઊંડા જાય, ખંડવૃષ્ટિ થાય તેવું પણ જાણકારો માની રહ્યા છે. શરૂઆતનું પ્રથમ ચૈત્રી દનૈયુ પણ બગડેલું હતું તેમજ નૈત્ય તેમજ દક્ષિણ દિશા ના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદ ને બદલે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાની તેમજ છેતરામણા વરસાદને કારણે બિયારણ બગડવાની શક્યતા મનાઈ રહી છે .બગસરા થી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરે આવનાર ચોમાસું ગત બે વર્ષના ચોમાસાના પ્રમાણમાં મધ્યમ રહેવાની શક્યતા જાણકારો માની રહ્યા છે.