અમદાવાદ મનપા ચૂંટણી: ભાજપે ૪૬ અને કોંગ્રેસે ૩૪ પાટીદાર ઉમેદવારો ઉતાર્યા મેદાનમાં

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે ૨૧ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે જાતિગત પરિબળોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કર્યાં છે. પહેલાથી જ ૪ બેઠકો ગુમાવી ચૂકેલી કોંગ્રેસે ૧૮૮ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. હવે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે, ત્યારે જ્ઞાતિ મુજબના સમીકરણને ધ્યાનમાં રાખીને કંઈ પાર્ટીએ કેટલા ઉમેદવારને ટિકિટ આપી છે તેના પર નજર રાખીએ.

આ ચૂંટણીમાં કોંગ્રેસે ૪૫ OBC ઉમેદવાર, ૪૫ જીઝ્ર વર્ગના અને ૩૪ પાટીદાર સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે. આ સિવાય ૨૪ મુસ્લિમ, ૧૧ જૈન, ૯ હિન્દૃીભાષી, ૧ ખ્રિસ્તી ૫ ક્ષત્રિય, ૬ બ્રાહ્મણ અને સિંધી, લોહાણા અને આદિવાસી સમાજમાંથી ૨-૨ ઉમેદવારોને ટિકિટ આપી છે.

કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક અસંતોષ જોવા મળી રહૃાો છે. વિવિધ સમાજ દ્વારા પોતાને પ્રાધાન્ય અપાય તે માટે ટિકિટની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને જીઝ્ર માટે અનામત રાખેલી બેઠક ઉપરાંત વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

બીજી તરફ ભાજપ દ્વારા ૪૫ ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય ૪૬ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે ૧૪ બ્રાહ્મણ, ૧૨ જૈન અને ૬ માલધારી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે.  સામાન્ય બેઠક પર અન્ય જ્ઞાતિના ઉમેદવારો વધુ હોવાથી ભાજપે ૪૬ અને કોંગ્રેસ દ્વારા ૪૫ ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.