અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના કોઈ સંકેત નથી

  • અરવલ્લી જિલ્લામાં જ ધોધમાર વરસાદ પડવાની આગાહી

 

અમદાવાદ,

છેલ્લા કેટલાંક દિવસથી ફરી એકવાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. શુક્રવારે પણ રાજ્યના ૧૫૧ તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. શુક્રવારે સુરત, જૂનાગઢ, નર્મદા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૮મી ઓગસ્ટના રોજ પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, નર્મદા, સુરત, જૂનાગઢ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહૃાો છે. પરંતુ શુક્રવારે હવામાન વિભાગે આઈએમડીની વેબસાઈટ પર કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના કોઈ સંકેતો જણાતા નથી.

જો કે, આ વખતે સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસી રહૃાો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ સતત હાથતાળી આપી રહૃાો છે.