અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડનીની સર્જરી શરૂ થઇ

  • ૧૦૦ જેટલા સર્જરીના કેસ પેન્ડિંગ

અમદાવાદ ,તા.૧૬
સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર આગામી સપ્તાહથી રોજની બે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવશે.હાલમાં ત્રણ મહિનાથી ૧૦૦ જેટલા ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના કેસ પેન્ડિંગ છે.કોરોના મહામારી બાદ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લીધે સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં સર્જરી માર્ચ મહિનાથી બંદ કરવામાં આવી હતી.આઇકેડિઆરસીના ડિરેક્ટર ડૉ.વિનિત મિશ્રા એ નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ – ૧૯ માટે નોટો દ્વારા આપેલ ગાઇડલાઇનનો ચુસ્ત પાલન કરતાં સાવચેતીના ભાગ રુપ જીવંત કે મૃત વ્યક્તિનું કોવિડ – ૧૯ નો ટેસ્ટ કરવામાં આવશે.અમારુ લક્ષ્યાંક છે.મહિનામાં ૩૦-૪૦ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું.આ યોજના મુજબ લાભાર્થી દર્દીઓને સર્જરીના એક દિવસ પહેલા દાખલ કરવામાં આવશે.જ્યારે જીવંત દાતાને સર્જરીના દિવસે દાખલ કરવામાં આવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.હોસ્પિટલમાં દાખલ થવા માટેના દિવસોમાં ઘટાડો થવાથી ઇન્સ્ટીટ્યુટને ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની સંખ્યામાં વધારે સ્ટાફનો ઉપયોગ કરી શકાશે. અગાઉ સર્જરી પહેલા દસ દિવસથી દાખલ કરવામાં આવતા હવે ઘટાડીને પોસ્ટ ઓપરેટીવ કેર માટે ત્રણ દિવસ રાખવામાં આવશે.પોસ્ટ ઓપરેટીવ કેર માટે ફિઝીશીયન વિઝિટ પેથોલોજી લેબ્સ અને ટેલીમેડીસીનના શ્રેષ્ઠ ઉપયોગ જેવી સુવિધાઓ ની ખાતરી કર્યા બાદ દર્દીને ઘરની નજીક ખસેડવામાં આવશે.