અમદાવાદ, સુરત, મુંબઇનાં તમામ વાહનોનો ચાવંડથી જ પ્રવેશ

  • કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ : જિલ્લાના તમામ સ્ટેટ હાઇવે ઉપર ચેકપોસ્ટ
  • 3 એસટી બસોને વંડા અને 2 એસટી બસોનું રાજુલાનાં ડુંગરમાં મુસાફરોનું સ્ક્રિનીંગ કરાશે

અમરેલી,
કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અમરેલી જિલ્લાને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ કાર્યરત કરાશે અને મુંબઇ, સુરત, અમદાવાદથી આવતા તમામ વાહનોને ફરજિયાત ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી પ્રવેશ કરવાનો રહેશે જ્યારે કૃષ્ણનગર સાવરકુંડલા વાયા પાલીતાણા જેસર-2 અને ખેડબ્રહ્મા સાવરકુંડલા રૂટની એસટી બસની ચકાસણી અને સ્ક્રિનીંગ કુંડલાના વંડામાં થશે જ્યારે કૃષ્ણનગર જાફરાબાદ વાયા રાજુલા અને કૃષ્ણનગર ઉના વાયા રાજુલાની ચકાસણી ડુંગર થશે હેલ્થ સ્ક્રિનીંગ ન થાય ત્યાં સુધી કોઇ મુસાફરોએ વાહનમાંથી નીચે ન ઉતરવા જણાવાયુ છે.