અમદાવાદ સ્થિત ખાંભાનાં શ્રી ભનુભાઇનું અમરેલીમાં ચક્ષુદાન લેવાયું

અમરેલી,  અમદાવાદ સ્થાયી થયેલા જયમીનભાઈ કોઠિયાના પિતાજી ભનુભાઈ જીણાભાઈ કોઠિયા વ્યવહારિક કામ અંતર્ગત ખાંભા આવ્યા હતાં ત્યાં અચાનક હ્રદય રોગનો હુમલો આવતાં 58 વર્ષીય ભનુભાઈનું તા.15/03/2020 રવિવારના રોજ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની ઈચ્છા અનુસાર સ્નેહી-સ્વજનો દ્વારા નેત્રદાન પ્રવૃત્તિ કરતાં મેહુલભાઈ વ્યાસનો સંપર્ક કરેલ અને ભનુભાઈના મૃતદેહને તેમના નિવાસ સ્થાન અમદાવાદ લઈ જતાં પહેલાં નેત્રદાન માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ. આ ચક્ષુદાન સ્વીકારવા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, યોગેશભાઈ ત્રિવેદી તથા મોહસીન બેલીમે સેવા આપી હતી તેમજ સંવેદન ગૃપ અમરેલીના પ્રમુખ વિપુલ ભટ્ટી, મેડિકલ કોલેજ બ્લડ બેંકના કાઉન્સેલર પૂર્વી ત્રિવેદી, નર્સિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ નેત્રદાન બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, કોઠિયા પરિવારના બટુકભાઈ મગનભાઈ તથા રાઘવભાઈ રાનાણીની સમયસરની જાગૃતિએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.