અમદૃાવાદમાં શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

  • જમાલપુર APMC શરુ ન થતા માલની આવક ઘટી

    અમદૃાવાદૃ,
    ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીના પ્રકોપ જોવા મળી રહૃાો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદૃની આગાહી તેમજ છેલ્લા કેટલાક દિૃવસથી સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યાં બાદૃ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા રાજ્યની સામાન્ય જનતા ચોતરફથી પીસાતી હોવા જોવા મળી રહી છે. અમદૃાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું છે. અમદૃાવાદૃમાં જમાલપુર એપીએમસી શરૂ ન થતા માલની આવક ઘટી ગઇ હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે.
    ટામેટાનો ભાવ પહેલાના ભાવ કરતા બમણો થઇ ગયો છે. ૪૦ રૂપિયે કિલો મળતાં ટામેટાના ભાવ હવે પ્રતિકિલો ૮૦ થી ૧૦૦ રૂપિયા થઇ ગયો છે. ૯૦ રૂપિયે મળતી ચોળીના ભાવ પ્રતિકિલો ૧૬૦ રૂપિયા થઇ ગયા છે. વટાણાના ભાવમાં પણ ૪૦ રૂપિયા જેટલો વઘારો થયો છે. હાલ વટાણાનો પ્રતિ કિલો ૧૬૦ રૂપિયા થયા છે. કોથમીર ભાવ ૧૦૦ રૂપિયાથી વધીને ૧૬૦ થયા છે. ૫૦ રૂપિયાએ કિલો મળતા ભીંડાના ભાવ ૯૦ રૂપિયા થઇ ગયા છે. લીલી ડુંગળીનો ભાવ પણ બમણો થઇ ગયો છે. ૫૦ રૂપિયે કિલો મળતી ડુંગળીના ભાવ હવે ૧૦૦ રૂપિયા થઇ ગયા છે.