અમરનગર ગામે યુવકની હત્યા

  • સરાજાહેર યુવાનની હત્યા થતા નાના એવા ગામમાં સનસનાટી : હત્યાનું કારણ અકબંધ
  • હત્યા બાદ આરોપી સામેથી પોલીસ મથકમાં હાજર થઇ ગયો

જેતપુર,જેતપુર તાલુકાના અમરનગર ગામમાં સરાજાહેર યુવાનની હત્યા થતા નાના એવા ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના અમરનગર ગામે રહેતા દિલીપ ધીરુભાઈ વાઘેલા ઉ. વ. 35 નામના દેવીપુજક યુવાનને ગામમાં જ રહેતા રહેતા રમેશભાઈએ બપોરે 1:00 વાગ્યાના અરસામાં ઘર પાસે જ તીક્ષણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દિધુ હતું.હત્યા કર્યા બાદ આરોપી સામેથી જ અમરનગર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ ગયો હતોમૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને જેતપુર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવાનનું મૃત્યુ થતા 1 પુત્રી અને બે પુત્ર નોંધારા બન્યા છે.