અમરનાથ યાત્રા રદ, પવિત્ર ગુફાના દર્શન આ વર્ષે નહીં થાય

  • કોરોના મહામારીએ શ્રધ્ધાળુઓને નિરાશ કર્યા
  • ગત વર્ષે પણ ૩૭૦મી કલમ રદ કરાતા યાત્રા અટકાવવી પડી હતી:શ્રાઈન બોર્ડે યાત્રા યોજવાનો નિર્ણય પાછો ખેંચ્યો
    જમ્મુ, તા. ૨૧
    કોરોના વાયરસના ચેપને કારણે વિશ્ર્વ વિખ્યાત અમરનાથ યાત્રા ૨૦૨૦ રદ કરવામાં આવી હતી. જોકે, હવે સુધી એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી કે આ વર્ષે આ યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૩ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દરમિયાન શુક્રવારે યાત્રા માટે ’પ્રથમ પૂજા’ પણ યોજવામાં આવી હતી. એવામાં અચાનક જ અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ના અધિકારીઓએ આ યાત્રા રદ કરવાની જાહેરાત કરી હતી. ભગવાન ભોલેનાથ ૨૦૨૦ ની પવિત્ર અમરનાથ યાત્રા દર વર્ષે જૂન મહિનામાં શરૂ થતી હતી. આ પહેલાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ અમરનાથ શ્રાઇન બોર્ડે પવિત્ર ગુફાની યાત્રા રદ કરવાનું કહૃાું હતું. આ અંગે એક અખબારી યાદી પણ બહાર પાડવામાં આવી હતી. જો કે, તેના થોડા સમય પછી જમ્મુ-કાશ્મીર ઇન્ફર્મેશન ડિરેક્ટોરેટે રદ કરવાનો આદૃેશ પાછો ખેંચી લીધો હતો. અમરનાથ હિન્દૃુઓનું એક મુખ્ય તીર્થસ્થાન છે. દર વર્ષે જૂન મહિનામાં અમરનાથ શ્રાઇન બોર્ડ અમરનાથ યાત્રાનું આયોજન કરે છે. અમરનાથ યાત્રા માટેની નોંધણી પ્રક્રિયા દર વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયાથી શરૂ થાય છે, જોકે આ વખતે કોરોના રોગચાળાને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકી નહતી. ૨૦૦૦ માં, અમરનાથ શ્રાઇન બોર્ડની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અથવા લેટનન્ટ ગવર્નર દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાને કારણે અમરનાથ યાત્રાને વચ્ચેથી અટકાવવી પડી હતી. યાત્રા બંધ થઈ ત્યાં સુધીમાં લગભગ ૩.૫૦ લાખ યાત્રાળુઓ બરફાની બાબાની દર્શન કર્યા હતા. દર વર્ષે દૃેશભરમાંથી તથા વિશ્ર્વના વિવિધ દૃેશોમાંથી ભક્તો પવિત્ર અમરનાથ યાત્રા માટે આવે છે. આભાર – નિહારીકા રવિયા