અમરાપરા ગામે પ્રોૈઢનું તળાવમાં ડુબી જતા મોત

અમરેલી,
બાબરા અમરાપરામાં રહેતા ભાવેશભાઇ ગાંડુભાઇ ડાભી ઉ.વ.43 કરીયાણા રોડ ઉપર આવેલ સુરાપુરા દાદાના દર્શને જવાનુ જણાવી ઘરેથી નિકળેલ અને રામપરા તળાવમાં ડુબી જવાથી મોત નિપજયાનું પુત્ર દિનેશભાઇ ડાભીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. આ કામગીરી નગરપાલિકાનાં ફાયર ફાઇટરનાં સવજીભાઇ ડાભી, કૃષ્ણભાઇ ઓળકીયા, જગદીપભાઇ, હર્ષિલભાઇ, અજયભાઇ સહિત સ્ટાફે મૃતદેહ શોધી કાઢ્યો હતો.