અમરેલીએ દેશમાં નવી પહેલ કરી: પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજા

અમરેલી,
અમરેલીએ વધ્ાુ એક વખત પહેલ કરી છે જિલ્લાના ધરતીપુત્રોએ શ્રી દિલીપ સંઘાણીની હાકલથી તેમને દર ચાર મહીને મળતી બે હજારની સહાયને વડાપ્રધાનનના રાહત ફંડમાં મોકલી આપવાનો પ્રારંભ કર્યો છે અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજયના પ્રથમ મુખ્યમંત્રી તથા શ્રી રૂપાલા અને સહકારી જગતના ભીષ્મ પિતામહ જેવા શ્રી દિલીપ સંઘાણીના વતને કરેલી પહેલને બીરદાવી આખા દેશના ખેડુતોને અમરેલીએ નવી રાહ ચીંધી હોવાનું જણાવ્યું છે.અને સાથે સાથે અમરેલીમાં આજ સુધીમાં કોરોનાનો પોઝીટીવ કેસ ન આવ્યો હોવાનુ કારણ અમરેલી જિલ્લાનું તંત્ર હોવાનુ જણાવીને સુંદર કામગીરી બદલ તેને અભિનંદન આપેલ.જયારે શ્રી દિલીપ સંઘાણીએ સૌ ઘરમાં રહી સુરક્ષીત રહે પણ સાથે સાથે આસપાસના લોકો દવા કે ભોજન વગરના ન રહી જાય તેના માટે જોવાનો અનુરોધ કરી સૌને પીએમ અને સીએમના રાહતફંડને છલકાવી દેવા અપીલ કરી હતી.અને જણાવેલ કે, અમરેલી જિલ્લામાં સૌથી વધ્ાુ 76 હજાર લોકો સુરત, મુંબઇ અને અમદાવાદથી આવ્યા છે છતા આજસુધી કોઇ કેસ આવ્યો નથી અને હાલમાં મોટી આર્થિક જરુરીયાત ઉભી થઇ હોવાને કારણે સૌ પ્રથમ ઇફકો દ્વારા 25 કરોડ આપી સહકારી જગતને આગળ આવવાનો અનુરોછ કરતા તમામ એપીએમસી તથા સહકારી બેન્કો, મંડળીઓ આમા જોડાઇ છે અને પીએમ ફંડમાં રાહત મોકલી રહયા છે. વર્તમાન કપરા સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની એક હાંક પર પ્રત્યેક નાગરિક કોરોનાને હરાવવા યથાશક્તિ આર્થિક યોગદાન આપવા આગળ આવ્યા છે. આવા કપરા સમયે અમરેલી જિલ્લાના ખેડુતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત મળતી સહાયને પ્રધાનમંત્રી રાહતફંડમાં જમા કરાવી દરેક નાગરિકને નવી રાહ ચીંધી છે. જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રી દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પણ જિલ્લાના ખેડૂતોને આ મહામારી સામેની લડતમાં સામેલ થવા આર્થિક સહાય સ્વીકારવામાં આવી હતી અને વધુ લોકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામના ખેડૂતોએ પોતાને મળતી સહાયના રૂ. બે-બે હજારના ચેક નેસડી ગામની જિલ્લા બેંકની શાખામાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવી પોતાનો નાગરિક ધર્મ અદા કર્યો છે. આ ઘટનાએ રાજ્યભરના ખેડુતોને એક નવી રાહ ચીંધી છે. યુવા અગ્રણીશ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, દેવરાજીયા ગામના 26 જેટલા ખેડૂતોએ રૂ. બે-બે હજાર પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવ્યા હતા. આ દેશસેવાના અભૂતપૂર્વ કાર્યમાં રંગપુર, પ્રતાપપરા અને પીપળલગના ખેડૂતો પણ જોડાયા હતા. અમરેલી જિલ્લાની ઉદાર જનતાએ પણ 22 માર્ચથી લઈને આજ સુધી નાની મોટી સહાય કરી કુલ 28.72 લાખ જેટલી રકમ જિલ્લાના મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવી છે. આ ઉપરાંત રજનીકાંત ગજેરાએ 1 લાખ જેટલી રકમ પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવી છે. અમરેલી જિલ્લા સેવા સહકારી મંડળી તરફથી આજે રૂ. 5 લાખ જેટલી રકમ મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવી છે. આમ કુલ મળી અમરેલીવાસીઓએ આ લડતમાં રૂ. 34,73,519/- જમા કરાવ્યા છે. અમરેલી જિલ્લામાં જે ખેડુતો દ્વારા સહાય આપવામાં આવી છે તેની યાદી મુજબ કૌશિકભાઇ કાંતિભાઇ વેકરીયા, કાંતિભાઇ કેશવભાઇ વેકરીયા, બાબુભાઇ નરસિંહભાઇ રાખોલીયા, કનુભાઇ હરીભાઇ તારપરા, ઇન્દુુબેન અશ્ર્વિનભાઇ વેકરીયા, દલપતભાઇ માઘવજીભાઇ તારપરા, ધીરૂભાઇ ભગવાનભાઇ વસોયા, વજુભાઇ જાદવભાઇ તારપરા, ચંદુભાઇ કરશનભાઇ વેકરીયા, યોગેશભાઇ નનુભાઇ વસોયા, દિનેશભાઇ મનુભાઇ તારપરા, ભનુભાઇ રામજીભાઇ બાબરીયા, મનીષભાઇ બાધ્ાુભાઇ તારપરા, નરેશભાઇ ગોપાલભાઇ તારપરા, હરીભાઇ નારણભાઇ ભાલુ, હરેશભાઇ વીનુભાઇ રાખોલીયા, અશોકભાઇ મોહનભાઇ રાખોલીયા, જયેશભાઇ ત્રિકમભાઇ રાખોલીયા, હરેશભાઇ કનુભાઇ વેકરીયા, જેરામભાઇ રણછોડભાઇ ગોહિલ, વીનુભાઇ શંભુભાઇ બુટાણી, યોગેશભાઇ નનુભાઇ તારપરા, હિંમતભાઇ શંભુભાઇ તારપરા, બાબુભાઇ મોહનભાઇ નાકરાણી, અતુલભાઇ મનુભાઇ રાખોલીયા સહિતે રૂપીયા બે બે હજારની સહાય વડાપ્રધાનશ્રીનાં ફંડમાં આપેલ છે.