અમરેલી,
છેલ્લા ત્રણ મહિનામાં 6 થી 7 હજાર લોકોને પરલોક મોકલનાર રોગચાળો વાવાઝોડા પછી હળવો પડી ગયો છે પણ સાવ ગયો નથી ગુજરાતના જિલ્લાઓમાં સુરત, અમદાવાદ પછી કોરોનાના કેસની સંખ્યાના મામલે અમરેલીનો નંબર આવે છે રાજ્યમાં અમરેલી જિલ્લો ત્રીજા નંબરે છે જો કે મોતનું પ્રમાણ અટકી ગયુ છે પણ સુરત જિલ્લામાં 21 કેસ, અમદાવાદ જિલ્લામાં 15 કેસ અને અમરેલી જિલ્લામાં પાંચ કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ જિલ્લામાં માત્ર ચાર જ કેસ છે બાકીના 20 જેટલા જિલ્લામાં એકથી ચાર સુધી કેસ છે.