અમરેલીથી અઢીસો શ્રમિકોને વતનમાં મુકવા છ એસટી રવાના

અમરેલી, લોકડાઉનની સ્થિતિમાં 250 જેટલા શ્રમિકોને વતનમાં પહોંચાડવા અમરેલીથી 6 એસટી બસો રવાના કરવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન જેમનું કોઇ ન હતુ તેવા નિરાધાર અને ગુજરાત રભાજયની બોર્ડર ઉપરના વિસ્તારોમાં વસતા નાના નાના બાળકો સહિત અઢીસો જેટલા શ્રમિકોને છ એસટી બસોમાં આજે સાંજ જમાડીને રવાના કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
આ તમામ શ્રમિકો મધ્ય પ્રદેશની બોર્ડર ઉપરના ગામોના છે અને હાલમાં માંગવાપાળ,ચાવંડ જેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભા કરાયેલા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે.
ગઇકાલે રાત્રીના સમયે સરકાર દ્વારા રાજયના દરેક ડીવીઝનને એકસો બસો અને બસો ડ્રાયવરો તૈયાર રાખવાનો હુકમ કરાયો હતો જેનાથી કદાચ બીજા રાજયો સુધી શ્રમીકોને મોકલવા અથવા બહારથી ત્યા ફસાયેલા આપણા લોકોને લાવવાની તૈયારી હોય શકે છે પણ આજે જિલ્લા વહીવટી તંત્રએ છ બસોનો અહી ફસાયેલા મજુરોને મોકલવાનો ઉપયોગ કર્યો હોવાનું એસટી સુત્રોએ જણાવ્યું હતુ.