અમરેલીથી ગાવડકા સુધીનાં ખરાબ રસ્તાથી લોકો ત્રાહિમામ

અમરેલી,
જિલ્લામાં ઘણા સ્થળોએ ખરાબ રસ્તાઓ હોય છે પણ કોક કોક રસ્તાઓ એવા ખરાબ હોય છે કે ખબર ન પડે કે, અહીં રસ્તો છે કે જંગલ છે. આવા જ અમરેલીથી ગાવડકા સુધી રસ્તામાં થીગડા છે કે થીગડા ઉપર રસ્તો છે ? તેની ખબર પડતી નથી.જ્યાં રોજનાં હજારો વાહનો, પ્રવાસીઓની અવર જવર છે તેવા અમરેલીથી ગાવડકા સુધીનાં ખરાબ રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.માત્ર 8 કીલોમીટરનાં માર્ગને પાર કરવા માટે લોકો તોબા પોકારી જાય છે. નવાઇની બાબત એ છે કે, લાંબા સમયથી રસ્તાની ખરાબ સ્થિતિ હોવા છતા અત્યાર સુધી રીપેરીંગ કરાયું નથી.ધારી તથા બગસરા જેવા ધોરી માર્ગોને જોડતા અને જ્યાંથી અનેક લોકો પસાર થાય છે તેવા આ માર્ગો ઉપર ટુરીસ્ટોઅનેરોજબરોજ અપડાઉન કરનારા લોકો પણ ખરાબ માર્ગથી ત્રાહિમામ પોકારી ગયા છે.લોકો સવાલ કરી રહ્યાં છે કે, સરકાર દરેક ફીલ્ડમાં કામગીરી સુધારી છુટે હાથે લોકોની સુવિધા માટે નાણાં આપે છે તો રસ્તામાં શા માટે ધ્યાન નથી અપાતુ ?