અમરેલીથી જુનાગઢ વેરાવળ મીટર ગેજ ટ્રેન શરૂ કરવા લીલીઝંડી

અમરેલી,
પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનમાં મીટર ગેજ ટ્રેન સેવાઓ પુન: સ્થાપિત કરીને મીટર ગેજ ટ્રેન રૂટ દ્વારા મુસાફરોની પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. કોવિડ-19નાં રોગચાળાને કારણે મીટર ગેજ ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી હતી. હાલમાં અમરેલી-વેરાવળ અને વેરાવળ-અમરેલી વચ્ચે મીટર ગેજ ટ્રેન સેવા શરૂ છે. મુસાફરો, જન પ્રતિનિધિઓ તથા અન્ય હિતધારકોની માંગને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને અન્ય મીટર ગેજ ટ્રેનોને અનુક્રમે ફરીથી ચલાવવાનો નિર્ણય લીધો છે. મીટર ગેજ ટ્રેનો ચલાવવા માટે એન્જીન ખુબ જુના છે. તેમને પેસેન્જર ટ્રેનો માટે સલામતી તપાસ અને સમારકામ માટે યોગ્ય બનાવવાનાં પ્રયાસો શરૂ છે. રેલ્વે કર્મચારીઓ મીટર ગેજ ટ્રન સેવાઓ પુન: સ્થાપિત કરવા માટે સમર્પિત પણે કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત અલગ અલગ મીટર ગેજ સેક્શનમાં ચાલતી ટ્રનોનાં સુરક્ષીત સંચાલન માટે પણ નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ વરિષ્ઠ મંડલ વાણીજ્ય પ્રબંધક ભાવનગરપરા વતી માસુક અહમદે જણાવ્યું છે.