અમરેલીથી નીકળેલા સિંહો બાબરાના કોટડાપીઠા પહોંચ્યા : લોકોમાં ભય

પાંચાળના વિડ વિસ્તાર અને કરણુકી ગુંદાણાની સીમમાં ચાર દિવસથી સિંહોએ ધામા નાખ્યા : ખેડુતો ખેતરે જતા ડરે છે

કોટડાપીઠા,બાબરાના કોટડાપીઠા ગામે આવેલા વિડ વિસ્તાર તરીકે ઓળખાતા અને કરણુકી ગામની આસપાસ તથા જસદણ તાલુકાના ગુંદાણાની સીમ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે આ સિંહોએ બળદ ગાય વગેરેનો શિકાર કરેલ છે હાલ આ વિસ્તારમાં ખેતી કરતા ખેડુતોમાં ભયની લાગણી વ્યાપી છે. કપાસ વીણવાની સીઝન અને શિયાળુ પાકનો વાવેતર કરવાનું હોવાથી મજુરો પણ ખેતરે આવતા નથી જો જંગલ ખાતુ વહેતી કરે સિંહોને પાંજરે પુરે તો મુશ્કેેલી દુર થાય વાડીએ ઢોર ઢાખર રાખતા પશુપાલકોમાં પણ ચિંતા વ્યાાપી છે. આ અંગે ફોરેસ્ટ વિભાગના શ્રી સોલંકીએ ટેલીફોનીક જણાવ્યુ કે આ વિસ્તારમાં બે નર તથા એક માદા રહે છે તે બાબરાની હદથી જસદણની હદ સુધી પશુઓને શિકાર કરી રહેલ છે તેથી આ પ્રશ્ર્ન તાત્કાલીક વન વિભાગ યોગ્ય કરે તેવી માંગણી થઇ છે થોડા સમય પહેલા રાયપરની સીમમાં દિપડાના નિશાનો પણ જોવા મળ્યા હતા.