અમરેલીથી પોલીસ અધિકારીઓનો કાફલો સાળંગપુર તૈનાત

અમરેલી,
સાળંગપુરમાં સર્જાયેલા વિવાદને પગલે હિંદુ સમાજ વ્યથિત છે અને આખરે આ વિવાદનો અંત આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ અને સરકારની મધ્યસ્થીથી આજે ભીતચિત્રો દુર કરવા ખાતરી અપાઇ છે. આ વિવાદથી સોશ્યલ મિડીયામાં રાતો રાત સામસામા ગૃપો ઉભા થઇ ગયા છે સાળંગપુરમાં ચિત્રો ઉપર કાળો રંગ અને કુહાડીના ઘા કરવાના બનાવ સહિતનીઘટનાઓ ક્યારે કેવુ સ્વરૂપ ધારણ કરે તેની અનિશ્ર્ચિતતા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા સાળંગપુરમાં ચાપતા પગલાઓ ગોઠવવામાં આવ્યા છે. કપરામાં કપરી પરિસ્થતી વચ્ચે સંયમ જાળવી કાયદો વ્યવસ્થાને જાળવી રાખવામાં માહેર ગણાતા અનુભવી પોલીસ અધિકારી ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા ચાંપતી નજર રાખવાાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે અને અમરેલીથી એસપીશ્રી હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાંથી એકસો પોલીસ કર્મચારીઓ તથા પંદર પોલીસ અધિકારીઓને બંદોબસ્ત માટે સાળંગપુર મોકલવામાં આવ્યા .