અમરેલીથી રાષ્ટ્ર રક્ષકોને રાખડી મોકલાઇ

  • ગુજરાત રાજ્યમાં સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા
  • ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આહવાનને માન આપી શરૂ થયેલુ રક્ષા અભિયાન પ્રેરણારૂપ બન્યું

અમરેલી,
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ-અમરેલી દેશની સીમાઓ ઉપર આપણી રક્ષા કરી રહેલા જવાનોની રક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના આહવાન થી ગુજરાત રાજ્ય યુવકબોર્ડ ના માર્ગદર્શક શ્રી જીગરભાઈ ઇનામદાર દ્વારા સમગ્ર રાજ્યવ્યાપી ચાલેલા અભિયાન કાર્યક્રમને ભાવનગર ઝોન ના ઝોન સંયોજકશ્રી ધવલભાઈ દવે ના માર્ગદર્શન માં અમરેલી જિલ્લામાં યુવાબોર્ડ ના સર્વશ્રી વાલીશ્રી શ્રી શરદભાઈ પંડ્યા ની આગેવાની અને માર્ગદર્શન માં જિલ્લા/તાલુકા અને નગરપાલિકા સંયોજકો દ્વારા ઉત્સાહભેર પ્રારંભ કરેલા અભિયાન ને ખુબજ મોટી સફળતા મળી છે અમરેલી જીલ્લામાં 16 થી 22 જુલાઈ સુધીમાં 370 ગામ અને 78 નગરપાલિકા વોર્ડમાં એમ મળી કુલ 448 કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લાના કુલ 3164 બહેનો અને માતાઓ એ રાષ્ટ્ર રક્ષકો ને વિજય સૂત્ર તરીકે રાખડી મોકલેલ છે.સમગ્ર જિલ્લા કાર્યક્રમ ને સફળ બનાવવા બંને જિલ્લા સંયોજક શ્રી રાહુલભાઈ સરવૈયા, કમલેશ ભાઈ જોશી તેમજ નગરપાલિકા/તાલુકાના સંયોજક શ્રીઓ પ્રદીપભાઈ સોલંકી, હાર્દિકભાઈ બાવળિયા, અમિતભાઇ મકવાણા, પ્રતિકભાઈ ધરજીયા, ગંભીરસિંહ સોલંકી, મૌલિકભાઈ ત્રિવેદી, હિતેશભાઈ હેરમાં, મોહિતભાઈ ગઢવી, દિનેશભાઇ કુંદનની, જયદીપ પાડા, દેહુરભાઈ કનાલા, હિતેશભાઈ આંબલિયા,કેતનભાઈ નિમાવત, હરીકૃષ્ણ ઠાકર, ગીરીશભાઈ નંદોલિયા,પીયૂષભાઈ યોગાનંદી, ભાવિકભાઈ જોશી, રઘુવીરભાઈ ધખડા, નિલેશભાઈ ચૌહાણ, શિવાંગભાઈ જોશી, વિક્રમભાઈ વરુ, યુવરાજભાઈ જેબલિયા, દિનેશભાઈ બલદાણીયા, અનકભાઈ ધાધલ , વનરાજભાઈ જેબલિયા, રમેશભાઈ હીરાપરા, નિકુંજભાઈ જોશી, મેહુલભાઈ મશરૂ, અંગતભાઈ દેવમુરારી, હિરેનભાઈ મશરૂ એ ભારે જહેમત ઉઠાવી હતી.