અમરેલીથી લીલીયાના આડ રસ્તે ફીલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી બે કાર પકડતી તાલુકા પોલીસ

અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પ્રશાંત લકકડની ટીમે અમરેલીથી લીલીયાના આડ રસ્તે ફીલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી બે કાર પકડી પાડી હતી.નવા વર્ષની ઉજવણીમાં દારૂબંધીની સખત અમલવારી કરવાની રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમારના આદેશથી અને એસપીશ્રી હિમકરસિંહની સુચના તથા ડીવાયએસપીશ્રી જે.પી. ભંડારીના માર્ગદર્શનમાં તાલુકા પીએસઆઇ શ્રી પ્રશાંત લકકડ અને તાલુકા પોલીસની ટીમે દારૂ ભરેલી એક કાર તથા બીજી કાર તેને એસ્કોર્ટીંંગ કરી રહી હોવાની બાતમી મળતા લાઠી રોડ બાપપાસ ચોકડીએ વોચ રાખી ત્યાથી આવતી બે સ્વીફટ કારને રોકતા બન્ને નાસી છુટતા પોલીસે તેનો પીછો કરતા બન્ને કાર કેરીયા નાગસથી સલડી અને ત્યાથી દાડમા તરફ ભાગી હતી જેમાથીો એક કાર પુલ નીચે ખાબકી હતી તેમાથી બે શખ્સો નાસી ગયા હતા અને એક કાર અટકતા તેમાથી વિસાવદરના રવીરાજ ઉર્ફે લાલો જીલુભાઇ વાળાને પકડી નાસી જનારના નામ પુછતા એક અમરેલીનો કુલદીપ ધાધલ અને બીજો અજાણ્યો શખ્શ હોવાનુ જણાવ્યુ હતુ આ બન્ને કારમાંથી પોલીસને 252 નંગ દારૂની બોટલ જેની કીમત 1.1લાખ તથા બે કાર મળી છ લાખ અગિયાર હજારની મતા કબજે કરાઇ હતી આ દારૂ લીલીયામાં રણજીત ધાધલને ત્યા જવાનો હોવાની વિગતો મળતા પોલીસે રવીરાજ, કુલદીપ રણજીત અને અજાણ્યા શખ્સનો ઉપર ગુનો નોંધ્યો હતો.