અમરેલી,
પોતાના જન્મ દિવસ નિમિત્તે આ રોડ બાબતે સત્વરે સરકારમાંથી મંજુર કરાવી અને આ રોડનું કામ સત્વરે શરૂ કરવા માટે નાયબ મુખ્ય દંડક અને કર્તવ્યમ ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા મુખ્યમંત્ર ીભુપેન્દ્રભાઈપટેલને રજુઆત કરતા આ રોડ ન ેમંજૂરી આપવામાં આવેલ.અમરેલી – લાલાવદર – લીલીયા – કાક્રચ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો અને આ માર્ગનો ઉપયોગ અમરેલીથી લીલીયા તાલુકા તરફ જવા માટે થાય છે. તેમજ આ માર્ગ પર દાદા ભગવાન ત્રીમંદિર , ખેડૂત તાલીમ ભવન થતા સૂચિત જિલ્લાકક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ લાલાવદર ગામ પાસે નવનિર્મિત થનાર હોય આ માર્ગને ફોરલેન કરવો અતિ આવશ્યક હોય આ બાબતની રજૂઆતશ્રી વેકરીયાએ મુખ્યમંત્રીશ્રી ને કરતા રૂપિયા 23 કરોડના ખર્ચે અમરેલી શહેરથી 2.5 કિમી (સીસીટ્રીમિક્ષ) અને ત્યારબાદના 4.5 કિમી ડામર ફોરલેન રસ્તો ફોરલેન મંજૂર કર્યો છે. આ માર્ગ ફોરલેન થતાંઅમરેલી શહેરના તેમજ લીલીયા તાલુકાના નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયા આ રસ્તાની સાથે સાથે અમરેલી વિધાનસભામાં સમાવિષ્ટ અન્ય વિકાસના કામોથી લોકોની સુખાકારીમાં કેમ વધારો થઈ શકે તેની સતત ચિંતા કરત ાઆવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ માર્ગ અમરેલી શહેરથી લીલીયા તરફ 7 કિમી સુધી મંજૂર થયેલ છે . અને આગામી સમયમાં લીલીયા સુધી લંબાવવામાં આવશે તેમજ મંજૂર થયેલ આ રસ્તાની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્યદંડક શ્રી કૌશિક વેકરીયા કટિબદ્ધ છે.