- પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર મંડલ દ્વારા શ્રાવણ મહિનાને અનુલક્ષીને
અમરેલી,
પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર મંડલ દ્વારા શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન આસાનીથી કરી શકે સવારે જઇ સાંજે પરત આવી શકે તે માટે એક શ્રાવણ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે જે અમરેલીથી સવારે 6:25 વાગ્યે ઉપડી વેરાવળ સવારે 11:35 કલાકે પહોંચશે અને તે જ દિવસે બપોરે 3:25 વાગ્યે વેરાવળથી ઉપડી રાત્રે 20:30 વાગ્યે અમરેલી પરત આવશે આ ટ્રેન તા.9-8-21 થી તા.8-9-21 સુધી ચલાવવામાં આવશે તેથી જાહેર જનતાએ ટ્રેન સેવાનો લાભ લેવા જણાવાયુ છે.
રેલ્વે દ્વારા રાજકોટ સોમનાથ, રાજકોટ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે રાજકોટ સોમનાથ દૈનિક સ્પેશ્યલ દરરોજ રાજકોટથી 18:05 કલાકે ઉપડશે અને 23:25 કલાકે સોમનાથ પહોંચશે આ વિશેષ ટ્રેન 16મી ઓગસ્ટથી શરૂ કરાશે પરત સોમનાથ રાજકોટ ડેઇલી સ્પેશ્યલ સોમનાથથી 4:35 કલાકે ઉપડશે અને 9:45 કલાકે રાજકોટ પહોંચશે એ જ રીતે પોરબંદર, કાનાલુસ પોરબંદર વિશેષ ટ્રેન દોડાવાશે પોરબંદર કાનાલુસ ડેઇલી ટ્રેન પોરબંદરથી 10:25 કલાકે ઉપડી એ જ દિવસે 12:50 કલાકે કાનાલુસ પહોંચશે અને પરત કાનાલુસથી પોરબંદર દૈનિક વિશેષ ટ્રેન 15:00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 17:15 કલાકે પોરબંદર પહોંચશે એ જ રીતે દેલવાડા વેરાવળ દેલવાડા મીટર ગેજ ટ્રેન દોડાવાશે દેલવાડા વેરાવળ દૈનિક સ્પેશ્યલ સવારે 8.15 કલાકે દેલવાડાથી ઉપડશે અને તે જ દિવસે 11.15 કલાકે વેરાવળ પહોંચશે પરત વેરાવળ દેલવાડા દૈનિક સ્પેશ્યલ વેરાવળથી દરરોજ 15:45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.55 કલાકે દેલવાડા પહોંચશે આ ટ્રેનો 16 ઓગસ્ટથી શરૂ થશે અને આગળની સુચના સુધી ચાલશે ટ્રેનો અંગે વધ્ાુ વિગતો માટે વેબસાઇટ જોવા વરિષ્ઠ મંડલ વાણીજ્ય બબંધક માસુક અહમદે જણાવ્યુ છે.