અમરેલીનાં અગ્રણી બિલ્ડર અને સામાજીક આગેવાન શ્રી રમેશભાઇ કાબરીયાનું નિધન

સેવાભાવી, પરોપકારી શ્રી રમેશભાઇનાં નિધનથી શહેરની સેવાકીય સંસ્થાઓમાં અને મિત્ર મંડળમાં ઘેરા શોકની લાગણી

કાબરીયા પરિવાર ઉપર એક મહિનામાં બીજા નિધનથી વજ્રઘાત

અમરેલીનાં અગ્રણી બિલ્ડર અને સામાજીક આગેવાનશ્રી રમેશભાઇ પોપટભાઇ કાબરીયાનું 56 વર્ષની વયે અચાનક નિધન થતાં શહેરમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તાજેતરમાં જ શ્રી રમેશભાઇનાં મોટાભાઇ ડાયાભાઇનું નિધન થયાં પછી આજે સવારે શ્રી રમેશભાઇનું નિધન થતાં હોસ્પિટલ ખાતે તેમનું મિત્ર મંડળ અને આગેવાનો દોડી ગયાં હતાં. રમેશભાઇ લેઉવા પટેલ સમાજનાં લગ્નોત્સવ, લાઇન્સ ક્લબ સહિતની શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં અને શહેરનાં દરેક સત્કાર્યોમાં તેમનો સહયોગ રહેતો હતો.