અમરેલીનાં એસટી ડ્રાઇવર બચુબાપા નિવૃતી પછી 25 વર્ષમાં 4200 લોકોના અંતિમ સારથી બન્યા : રેકોર્ડ

  • અમરેલીનાં કૈલાશ મુક્તિધામમાં શ્રી બચુબાપા વિરપરાની અનોખી સેવા
  • એસટીના ડ્રાઇવર તરીકે લાખો ઉતારૂઓના સારથી બનેલ શ્રી બચુબાપાએ નિવૃતી પછી પણ 25 વર્ષ સુધી અભુતપુર્વ સેવા આપી : ભવ્ય સન્માન કરાયું

અમરેલી,
અમરેલીનાં કૈલાશ મુક્તિધામમાં શ્રી બચુબાપા વિરપરાની અનોખી સેવાનું પિતૃમોક્ષ યજ્ઞ દરમિયાન નોંધ લઇને સન્માન કરવામાં આવ્યુ હતુ કારણકે મુક્તિધામના મોક્ષરથ ચલાવી લોકોની છેલ્લી સફરના સારથી બનનાર અમરેલીનાં એસટી ડ્રાઇવર બચુબાપા નિવૃતી પછી 25 વર્ષમાં 4200 લોકોના અંતિમ સારથી બન્યા હતા જે એક રેકોર્ડ છે એસટીના ડ્રાઇવર તરીકે લાખો ઉતારૂઓના સારથી બનેલ શ્રી બચુબાપાએ નિવૃતી પછી પણ 25 વર્ષ સુધી અભુતપુર્વ સેવા આપી હતી તેમનું મુક્તિધામે સન્માન કરાયું હતુ.