અમરેલીનાં કલેકટર પદે શ્રી અજય દહીયા : શ્રી મકવાણાની બદલી

અમરેલી,
રાજ્યના વહીવટી વિભાગ દ્વારા આઇએએસ અધિકારીઓની બદલીનો લીથ્થો નીકળ્યો છે રાજ્યમાં કુલ 109 આઇએએસ અધિકારીઓને બદલાવાતા રાજ્યભરનાં વહીવટી વિભાગમાં જળ મુળથી ફેરફાર કરાયો છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નીકળેલા હુકમ મુજબ અમરેલીનાં કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાને ગાંધીનગર ખાતે ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડ ગાંધીનગરમાં શ્રીમતિ અવંતીકા સિંઘની જગ્યાએ મુક્યા છે જ્યારે અમરેલીમાં ભાવનગરથી શ્રી અજય દહીયાને કલેકટર તરીકે મુક્યા છે તેઓ ભાવનગરમાં મ્યુનિસીપલ બોર્ડનાં રીઝયોનલ ઓફીસર હતા તેમની અમરેલી કલેકટર તરીકે શ્રી ગૌરાંગ મકવાણાની જગ્યાએ બદલી કરવામાં આવી છે. તેમ એડીશ્નલ સેક્રેટરી અશોક દવેએ જણાવ્યુ .