અમરેલીનાં કાઠમાના જુગાર પ્રકરણમાં તાલુકા પીએસઆઇ સહિત ચાર સસ્પેન્ડ

અમરેલી,
અમરેલી તાલુકાના કાઠમા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા જુગારના દરોડામાં ઝડપાયેલા જુગારધામ પ્રકરણમાં એસપીશ્રી હિમકરસિંહે ફરજમાં બેદરકારી દર્શાવવા બદલ પીએસઆઇ સહિત ચારને તાકિદની અસરથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર એસએમસીએ કાઠમા ગામેથી 11 લાખ જેવી રોકડ અને અન્ય વાહનો મળી 47 લાખ ઉપરાંતની મતાનો જુગાર પકડી પાડયો હતો આ પ્રકરણમાં તાલુકા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી પી.વી. સાંખટ તથા મોટા આંકડીયા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનાં એએસઆઇ નિલેશભાઇ વી. લંગાળીયા, હેડ કોન્સટેબલ વિરમદેવસિંહ જે. જાડેજા અને પોલીસ કોન્સટેબલ રામદેવસિંહ જે. સરવૈયાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાકિદની અસરથી સસ્પેન્ડ કર્યા