અમરેલીનાં કાવેરી ગોળને દેશનો સર્વોચ્ચ એવોર્ડ એનાયત

અમરેલી,
અમરેલીના યુવાન અને ઉદ્યોગ સાહસીક શ્રી નાસીરભાઈ ટાંકે સતત બીજા વર્ષે પણ દેશનો સર્વોચ્ચ પ્રતિષ્ઠીત એવોર્ડ મેળવી અમરેલી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે. અમરેલીનાં ગૌરવ સમા કાવેરી ગોળને મોસ્ટ ટ્રસ્ટેડ જેગેરી મેન્યુફેક્ચરર ઇન ઇન્ડિયા એવોર્ડ એનાયત કરાયો છે.હિંદી ફિલ્મ સ્ટાર શીલ્પા શેટ્ટીના વરદ હસ્તે શ્રેષ્ઠ એવોર્ડ આપી શ્રી નાસીર ટાંકને સન્માનીત કરાયા હતાં. કાવેરી ગોળને મોસ્ટ પ્રેસ્ટીજીયસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ બિઝનેસ એવોર્ડ મળતા શુભકામનાઓનો ધોધ વહ્યો છે. કાવેરીને એવોર્ડ મળતા શ્રી નાસીર ટાંકના સગા સ્નેહી મીત્ર વર્તુળ અને વેપારીઓ તથા ઉદ્યોગપતીઓ ખુશી વ્યાપી ગઈ છે અને શુભકામનાઓનો ધોધ વહેતો થયો .