અમરેલી,
અમરેલી કુકાવાવ રોડ ગૌશાળા જવાના રસ્તે ઇટોના ભઠા પાસે લાલાવદરના જયંતિ કાનજીભાઇ કોળી ગાળો બોલતો હોય જેમને સુલતાન તબરેજભાઇ શેખે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેેરાઇ ગાળો બોલતા નીલેશભાઇ ઉફે નારકો મનસુખભાઇ ગોહીલ છુટા પાડેલ હતા.ત્યાર બાદ નીલેશભાઇ અને સુલતાન બન્ને જમવા ગયેલ તે દરમ્યાન જયંતિ ત્યાં આવી ગાળો બોલી સુલતાનભાઇ ને માથામા ખુરશી મારી ઇજા કરી મારે નાખવાની ધમકી આપેલ.બાદ નીલેશભાઇ અને સુલતાનભાઇ બન્ને ઓરડીમા સુતા હતા તે દરમ્યાન બન્ને ને મારી નાખવાના ઇરાદે જયંતિએ બહારથી ઓરડીનો દરવાજો બંધ કરી દરવાજો સળગાવી ઓરડીની બારી માથી સળગતો કાકડો ફેંકી ઓરડીમા આગ લગાડી નુકશાન કરી નીલેશભાઇ તથા સુલતાનભાઇ શરીરે દાઝી ગયાની અમરેલી સીટી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા આ બનાવ ની તપાસ પી.એસ.આઇ જી.એન.કાઠીયા ચલાવી રહયા છે.