અમરેલીનાં ગામોમાં એક થી દોઢ ઇંચ વરસાદ

અમરેલી,
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે બપોર બાદ વાતાવરણમાં પલટો થતા આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાય છે અને એકાએક વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અવિરતપણે હળવા ભારે વરસાદ શરૂ છે. આજે અમરેલી તાલુકાનાં ફતેપુર, ચાંપાથળ, પીઠવાજાળ, વિઠલપુર, તરકતળાવ, કેરીયાચાડ જેવા ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતા ગામ બહાર પાણી વહેતા થયાનું સતીષ રાઠોડની યાદીમાં જણાવાયું છે. લીલીયા તાલુકાનાં હાથીગઢ અને આસપાસનાં ગામોમાં આજે બપોર બાદ પોણો થી એક ઇંચ જેવો વરસાદ પડી જતા ગામ બહાર પાણી વહેતા થયાનું શ્રીકાંતદાદાએ જણાવ્યું હતું. જ્યારે લાઠીનાં અકાળા અને દામનગરમાં ગઇ કાલે અડધોથી એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે અકાળામં આજે બીજા દિવસે પણ વધ્ાુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. કુંકાવાવમાં હળવુ ઝાપટુ પડ્યાનું કિર્તીભાઇ જોષીએ જણાવેલ તેમજ મોટા આકડીયામાં વરસાદનું ઝાપટુ પડ્યું હતું. અમરેલી શહેરમાં પણ બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાતા વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતાં અને હજુ પણ જિલ્લાભરમાં આકાશ વાદળોથી ગોરંભાયેલુ હોય જેથી વધ્ાુ વરસાદની શક્યતાઓ નકારી શકાય નહીં.