અમરેલી,
નિરાકરણ ઝડપી આવી શકે તેવા હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન આપી ગ્રામજનોને આ કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર ગામડાઓના વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી – વડીયા – કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ, જિલ્લાના અમરેલી તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવાના ઉદ્દેશ સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોક દરબારનું આયોજન કર્યુ હતુ. વિવિધ પડતર પ્રશ્નો અને મુદ્દાઓને લઈ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. સ્થાનિક વિસ્તારના પ્રશ્નોના નિવારણ માટે ઘટતું કરી શકાય તે અંગે આયોજન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સ્થાનિક સમસ્યાઓનું વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને ધ્યાને રાખી નીતિનિર્ણયોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગામડાઓ વિકાસની ગતિ સાથે તાલ મિલાવી આગળ આવે તેવા અભિગમ સાથે સૌ સાથે મળી વધુ સારી રીતે કામગીરી કરવામાં આવે તે જિલ્લાના વિવિધ વિસ્તારની પ્રગતિ માટે આવશ્યક છે. અમરેલી તાલુકાના ઢોલરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવેલા આ લોક દરબારમાં મામલતદાર કચેરી અમરેલી, તાલુકા પંચાયત કચેરી, માર્ગ મકાન વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, પોલીસ વિભાગ, સ્વાસ્થ વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી અને ચર્ચા-વિચારણા દ્વારા લોક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ગામોના પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા