અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે શ્રી ધાનાણી

અમરેલી,
ગુજરાત વિદ્યાનસભા વિરોધપક્ષના નેતા અને અમરેલી વડિયા,કુંકાવાવ ના ધારાસભ્ય શ્રી પરેશભાઇ ધાનાણી દ્વારા વિદ્યાનસભા મત વિસ્તારમાં ગ્રામ્ય પ્રવાશ શરૂ કરી ઠેર ઠેર લોક સંપર્ક અને બેઠકો યોજી લોકોને માર્ગદર્શન આપ્યાની સાથે લોક પ્રશ્ર્નોનું પણ નીરાકરણ કરી રહેલ છે. વડિયા કુંકાવાવના ગામોની સાથે આજે અમરેલી તાલુકાના ગામો જેવા કે માંગવાપાળ, વરૂડી, સાંગાડેરી, નાના આંકડીયા, રીકડીયા,જસવંતગઢ,મોણપુર, ચીતલ,ટીંબા, ખીજડીયા જકશન, શેડુભાર, હરીપરા, શુરગપરા, મોટા માચીયાળા અને નાના માચીયાળામા મુલાકાત લઇ લોકસંપર્ક કરાયો હતો અને લોકોને સાંપ્રત સ્થીતી અને કોરોના ની ત્રીજી લહેર અંગે પાંચ મુદાઓની સમજ આપી હતી. જેમા શ્રી પરેશભાઇ ધાનાણી એ જણાવીયુ હતુ કે કોરોના ની વેકસીન સાથે રોગ પ્રતિકારત શકિત વધારવા લોકોએ સંત્રા,લીંબુ નો ઉપયોગ કરવો જોઇ અને પાંચ લીટર પાણી પીવુ જોઇએ એ જ રીતે કોરોનામા મળવા પાત્ર સહાયનું સરકારે ચુકવણુ કરવુ જોઇએ અને કોરોના સામે સાવચેતી રાખવી જોઇએ કોરોનાથી કોઇએ ડરવાની જરૂર નથી 18 વર્ષથી ઉપરના તમામએ રસી લેવી જોઇએ અને કોરોના સામે જોખમ ટાળવુ જોઇએ સરકારે ટ્રાફીકના નામે લાખો રૂપીયા એકત્ર કર્યા છે. તેથી વળતર મેળવવાનો પણ લોકોનો અધિકાર છે. કોરોનામાં માર્યા ગયેલાઓ માટે પણ સહાયની જોગવાઇ છે તેનો લાભ લેવો જોઇએ અને કુરીવાજો ખોટા ખર્ચાઓ લૌકિક વિધીઓ જેવુ બંધ કરી આર્થીક રીતે મજબુત થવુ જોઇએ તેમ શ્રી પરેશભાઇ ધાનાણીએ પ્રવાસ દરમીયાન જણાવ્યુ હતુ.