અમરેલીનાં છ દુષ્કાળગ્રસ્ત તાલુકાને સરકાર સહાય કરે : શ્રી ધાનાણી

  • અમરેલી જિલ્લાનાં બાબરા, રાજુલા અને કુંડલામાં 60 ટકાથી ઓછો વરસાદ : બગસરા, ધારી, જાફરાબાદ,ખાંભા, લાઠી અને વડિયામાં 40 ટકાથી ઓછો વરસાદ

અમરેલી,ચોમાસાની અરધી સિઝન વિતી ગઇ હોવા છતા રાજ્યમાં ખુબ જ અપુરતો વરસાદ થયેલ છે. માત્ર દક્ષીણ ગુજરાતમાં 50 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યનાં પોણા ભાગનાં વિસ્તારમાં 35 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે અને અનાવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થઇ છે. વાવાઝોડાએ નુક્શાન પહોંચાડ્યા બાદ વિજ પુરવઠો હજુ મળ્યો નથી ત્યાં અપુરતા વરસાદને કારણે નવી સમસ્યા ઉભી થઇ છે. ગીરસોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકો અને ખેડુતોનાં ઉભા પાક નાશ પામેલ છે. ખેડુતોનાં કુવામાં થરમાં પાણી હોવા છતા સિંચાઇ કરી શકતા નથી અને પાક બચાવી શકતા નથી. મોંઘા ભાવનાં બિયારણ, ખાતર પણ નિષ્ફળ ગયાં છે અને ખર્ચ માથે પડ્યો છે. સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી છે પણ આ યોજનામાં સીઝનનો દસ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા બે વરસાદ વચ્ચે ચાર અઠવાડીયા વરસાદ પડ્યો ન હોય કે શુન્ય વરસાદ હોય અને ખેતીપાકને નુક્શાન થયેલ હોય તેને અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવે છે. તેથી સરકારે ખેડુતોની મદદે તાત્કાલીક આવવું જોઇએ અને અનાવૃષ્ટિથી બચાવવા ખેડુતોનાં હિતમાં નિર્ણય કરવામાં જોઇએ જેમકે, 14 કલાક વિજળી પુરી પાડવી, સર્વે કરાવી ખેડુતોને નુક્શાનીનું વળતર

 

  • અમરેલી જિલ્લામાં સરેરાશ 35 ટકાથી ઓછો વરસાદ પડ્યો

અમરેલી,રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ ઓણસાલ સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. સરકારી આંકડા મુજબ બગસરામાં 27.69, ધારીમાં 37.74 ટકા, જાફરાબાદમાં 29.50 અને ખાંભામાં 39.98, લાઠીમાં 34.32, વડીયામાં 31.52 ટકા જ વરસાદ થયો છે. આમ સરેરાશ વરસાદ અપુરતો છે. જિલ્લામાં બાબરા, રાજુલા, સાવરકુંડલા વરસાદની ઘટ વાળા વિસ્તારો હોય તેથી સરકારે આ વિસ્તારોની ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે.