અમરેલી,
નગરપાલિકા અમરેલી દ્વારા શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનની સુવિધા કાર્યરત છે. શહેરીજનો પોતાની નૈતિક ફરજને તિલાંજલિ આપીને જાહેરમાં જાહેર માર્ગ કે સોસાયટીની ખુલ્લીજગ્યામાં કચરો ફેંકીને શહેરમાં ગંદકી ફેલાવી રહ્યા હોય તેવા નાગરિકો જાહેરમાં કચરો ફેંકે તેના સામે કાનૂની રાહે પગલા લેવામાં આવશે. અમરેલી નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, કચરો કચરા કલેક્શન વાહનમાં જ નાંખવામાં આવે. વેપારીઓને ધંધાના સ્થળે કચરાપેટી રાખવા અને કચરો તેમાં નાંખવા માટે નગરપાલિકા પ્રમુખ શ્રી, ચીફ ઓફીસરશ્રી અમરેલી નગરપાલિકા દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો