અમરેલીનાં જ્યોતિષર્વિદ શ્રી રોહિત જીવાણી વિશ્વનાં કલ્યાણ માટે શિવ અનુષ્ઠાન કરશે

  • શ્રી રોહિત જીવાણી આજે પોતાનો જન્મદિન અલગ રીતે ઉજવશે
  • સટીક આગાહી અને કાર્મીક એસ્ટ્રોલોજી તથા વાસ્તુ શાસ્ત્ર માટે જાણીતા કવી શ્રી જીવાણી ઉપર શુભકામનાનો ધોધ

અમરેલી,
અવધ ટાઈમ્સના જાણીતા કોલમિસ્ટ અને પ્રખ્યાત વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિર્વિદ શ્રી રોહિત જીવાણીનો આજે જન્મદિન છે. દેશ વિદેશમાં ચાહકો ધરાવતા શ્રી રોહિત જીવાણી અવધ ટાઈમ્સમાં તેમની સટીક આગાહીથી જાણીતા છે. તેમની લોકપ્રિય કોલમ દેશ વિદેશમાં વાંચવામાં આવે છે.નોટબંધીથી લઈને મહામારીના તબક્કા વિષે અને ચીન સાથેના સબંધો થી લઈને સીને જગત પર તેમના વિડિઓ અને લેખો અતિ સટીક રહ્યા છે. “વસ્તુ તથાસ્તુ” અને “સાધનાથી સમૃદ્ધિ તરફ” પુસ્તકો તેમને આપ્યા છે વળી કાર્મિક જ્યોતિષ પર તેમનું ઊંડું અધ્યયન રહ્યું છે તેમના જ્યોતિષ સંશોધનો ખુબ વંચાય અને વખણાય છે. જીવનથી હતાશ થયેલા લોકોનું તેઓ એસ્ટ્રો કાઉન્સીલીંગ કરી તેમને ફરી ઉત્સાહ થી ભરી દે છે, વળી કર્મ અને વિજ્ઞાન આધારિત જ્યોતિષ પર તેમના વક્તવ્યો વખણાયા છે. વૈદિક વિદ્યાના પ્રચાર માટે તેઓ સમયાંતરે સેમિનાર, વેબિનાર અને વિડિઓ આપતા રહે છે.ઓરા રીડિંગ,હસ્તરેખા થી લઈને બિહેવિઅર એસ્ટ્રોલોજીમાં પણ તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે.