અમરેલીનાં ત્રણ યુવાનો શેત્રુંજીમાં ડુબ્યાં : એકની લાશ મળી

  • અમરેલી જિલ્લામાં નદી- ચેકડેમોમાં ન્હાવા પડતા મોતના બનાવોમાં ઉતરોતર વધારો
  • નદીમાં બે યુવાનો ન્હાવા પડ્યાં હતાં : બચાવવા ગયેલ ત્રીજો પણ ડુબ્યો તેને બચાવી લેવાયો : તણાયેલા બે પૈકી એકની લાશ મળી આવી બીજાની શોધખોળ શરૂ

બાબાપુર,
અમરેલી જિલ્લામાં ભારે ચોમાસાના કારણે નદી અને ચેકડેમોમાં પાણી ભરાવાથી ન્હાવા પડતા મોત થયાના બનાવોમાં ઉતરોતર વધારો થઈ રહયો છે. રાજુલાના ધાતરવડી ચેકડેમાં ન્હાવા પડતા બે યુવાનોના મોત નિપજ્યાના બનાવની શાહી સુકાઈ નથી. ત્યા અમરેલી તાલુકાના ગાવડકાના શેત્રુંજી નદીના બેઠા પુલ ઉપરથી અમરેલી બહારપરામાં રહેતા ચેતન રમેશભાઈ સોલંકી ઉ.વ.38 અને રોહિત દિપકભાઈ પરમાર ઉ.વ.23 ન્હાવા પડતા ઉડા પાણીમાં ગરકાવ થવા લાગતા બચાવવા વિપુલ બાબુભાઈ સોલંકી પડતા તેનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા અમરેલી નગરપાલીકાના તરવૈયાની ટીમ તથા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી શોધખોળ શરૂ કરી. જેમાં ચેતન રમેશભાઈ સોલંકી ઉ.વ.38ની લાશ મળી આવી હતી. જ્યારે રોહિત દિપકભાઈ પરમાર ઉ.વ.23 લાપતા હોવાથી તરવૈયાઓની મદદથી તેમની શોધખોળ શરૂ છે.