અમરેલીનાં નાના માચીયાળાની ઠેબી નદીમાં ટ્રેકટર તણાયું : બે વ્યક્તિઓનો બચાવ

  • ઠેબી નદીમાં ઉપરવાસના વરસાદથી પુર આવતા
  • જેસીબીની મદદથી ટ્રેકટરને બહાર કાઢવામાં આવ્યું : નાના માચીયાળાનો ચેકડેમ સતત ઓવરફલો

અમરેલી,
અમરેલીની ઠેબી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પુર આવતા નાના માચીયાળાની ઠેબી નદીમાં સાંજે ટ્રેકટર તણાય ગયુ હતુ પરંતુ ટ્રેકટર ઉપર રહેલા બે વ્યક્તિઓનો બચાવ થયો હતો અને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યુ હતુ નાના માચીયાળાનો ચેકડેમ સતત ઓવરફલો થઇ રહયો છે અને ઠેબી ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે.