અમરેલી,
રાજ્યનાં પ્રથમ મુખ્ય મંત્રી અને અમરેલીનાં પનોતા પુત્ર ડો.જીવરાજભાઇ મહેતાનો આજે જન્મદીન છે. અમરેલીને દેશભરમાં નામના અપાવનાર જે તે વખતનાં મુખ્ય મંત્રી શ્રી જીવરાજભાઇ મહેતાનો જન્મ 29 ઓગસ્ટનાં રોજ થયો હતો. જેમણે અમરેલીને જિલ્લા કક્ષાનો દરજ્જો આપ્યાની સાથે અમરેલી જિલ્લામાં અનેક વિધ વિકાસ કામો કરી સુવિધાઓ અપાવી હતી. અમરેલીમાં 1960માં સાયન્સ અને આર્ટસ કોલેજ શરૂ કરાવેલી તે વખતે માત્ર રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢ તેમજ સુરેન્દ્રનગરમાં સાયન્સ કોલેજ હતી તે વખતે અમરેલીને સાયન્સ કોલેજ આપી શરૂઆત કરાવેલી. એટલું જ નહીં આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારી વધ્ો તે માટે અમરેલીને વડુ મથક જિલ્લાનું બનાવી અમરેલીમાં સિવિલ હોસ્પિટલની જે તે વખતે પ્રાર્થના કરી હતી. પર્યાવરણ, આરોગ્ય કેળવણી ઉપર તેમણે પોતાના જીવન કાળ દરમિયાન વિશેષ ભાગ મુક્યો હતો. અમરેલીને જિલ્લા કક્ષાએ ગુંજતુ કરનાર ડો.જીવરાજભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે.તે નિમિતે વિવિધ સંસ્થાઓ સહિત શ્રધ્ધાસુમન અર્પણ કરી યાદ કરશે. આ અંગે અમરેલીનાં કેળવણીકાર શ્રી બિપીનભાઇ જોષીએ જણાવ્યું કે, ડો.મહેતાએ 1 મે 1960થી 25 ફેબ્રુઆરી 1963 સુધીમાં અમરેલીને અન્ય જિલ્લાની સમકક્ષ સ્થાન અપાવ્યું હતું અને વિકાસની ડોટ મુકી હતી તે 1963 પછી અધ્ાુરી રહી ગઇ તેમને સ્થાનેથી દુર કરી સ્વ.બળવંતભાઇ મહેતા ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતાં. આ સમયે સ્વ.જીવરાજભાઇ મહેતાને મુખ્યમંત્રી તરીકે રાખવા અમરેલીએ કોઇપણ રસ દાખવ્યો નહીં કે કોઇ ભુમિકા ભજવી નહીં. કદાચ અમરેલી જાગી ગયું હોય તો તેમને વધારે સમય મળી શક્યો હોત અને અમરેલી કંઇક અલગ હોત તેમ શ્રી બિપીનભાઇ જોષીએ જણાવ્યું .