અમરેલીનાં પરિવારની બગસરામાં વેપારીઓ સાથે અભુતપુર્વ ઠગાઇ

  • તમારા રૂપીયા મારા પિતા ઉપર સાથે લેતા ગયા રૂપીયા જોતા હોય તો ઉપર જઇને લઇ આવો 
  • હાથ ઉછીના રૂપીયા લઇ તેની સામે બમણી રકમના ચેક આપ્યા : લોકડાઉનમાં ધંધાની લાલચ
    આપી અને બગસરાનાં સાત વેપારીઓને અમરેલીના પિતા પુત્રોએ 20 લાખનો ચુનો લગાડી દીધો
  • રમકડા, મોબાઇલ રિચાર્જ, કાપડીયા, કટલેરી, ફર્નિચરના વેપારીઓ સહિત અનેક લોકો છેતરપીંડીનો ભોગ બન્યાની શંકા : સાત વેપારીઓએ બગસરા પોલીસમાં લેખીત અરજી કરી

બગસરા,
બગસરાના વેપારીઓ સાથે અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા ત્રણ શખ્સોએ જુદા જુદા નામે અને બહાને 20 લાખ જેવી રકમ ખંખેરી હાથ ઉચા કરી નાખ્યા હોવાનું અને એ ત્રણમાંથી એકનું મૃત્યુ થયુ હોવાની રજુઆત સાથે બગસરાના વેપારીઓએ પોલીસમાં લેખીત ફરિયાદ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના ધરમનગર નાગનાથ રોડ પાર્ક, લાઠી રોડ ઉપર રહેતા રમેશભાઇ નારણભાઇ ગજ્જર, હિરેનભાઇ રમેશભાઇ ગજ્જર અને દર્શન રમેશભાઇ ગજ્જરે બગસરાના નાના મુંજીયાસર ગામના અને બગસરામાં મારૂતી સ્કવેરમાં ઓમ ખીલોના નામની દુકાન ધરાવતા શૈલેષભાઇ વિનુભાઇ ક્યાડાની પાસેથી ધંધાની લાલચ આપી સાત લાખ રૂપીયા ઉછીના લઇ તે પેટે 12 લાખનો ચેક આપ્યો હતો આ સમયે રમેશભાઇ બગસરા મકાન ભાડે રાખી રહેતા હતા શૈલેષભાઇની જેમ જ બગસરાના વાંઝાવાડમાં રહેતા અમીતભાઇ અશોકભાઇ ભરખડાના મોબાઇલ રીચાર્જની દુકાન ઉપરથી આ ત્રણેયએ 3 લાખ રૂપીયા ઉછીના લીધા હતા તથા બગસરાના નદીપરામાં રહેતા હરેશભાઇ નટવરલાલ નાગ્રેચાની જલારામ ચાઇલ્ડ ઝોનની કપડાની દુકાનમાંથી 15 હજારના કપડાની ખરીદી કરી બિમારીના બહાને 50 હજાર રોકડા ઉછીના લઇ ગયેલ તેની સાથે 65 હજારની છેતરપીંડી કરેલ.
રમેશભાઇ અને તેના બે પુત્રોએ બગસરાની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં મુકેશ ભીખુભાઇ અમીપરા નામના આસોપાલવ નામની કાપડની દુકાન ધરાવતા વેપારીને પણ મીઠી વાતોની જાળમાં ફસાવી 1 લાખ 25 હજારનું કાપડ લીધ્ાુ હતુ અને ત્યાર બાદ રમેશભાઇએ પોતાનો પુત્ર રાજકોટ દવાખાનામાં કેન્સરનો ભોગ બન્યો હોવાનું જણાવી 5 લાખ હાથ ઉછીના લઇ તેની સામે 15 લાખનો ચેક લખી આપેલ આમ મુકેશભાઇને સવા છ લાખનો ચુનો લગાવ્યો હતો તથા બગસરામાં ગોંડલીયા ચોકમાં ગુરૂકૃપા કટલેરી સ્ટોર ધરાવતા કેતનભાઇ નવેન્દ્રભાઇ ઓજાની દુકાને રમેશભાઇની બેઠક હતી તે તેની પાસે પણ ઉછીના પૈસા માંગતા પણ નાના દુકાનદાર પાસે મોટી રકમ ક્યાંથી હોય તેને પણ પોતાના દિકરાની તબીયતનું બહાનું બતાવી 20 હજાર ઉછીના લીધા હતા અને આ નાના વેપારી અમરેલીના તેમના ઘેર ઉઘરાણી કરવા જતા ખબર પડી હતી કે રમેશભાઇ ગુજરી ગયા છે તેને પણ રમેશભાઇના બે દિકરા હિરેન અને દર્શને કાઢી મુક્યા હતા 20 હજાર રોકડા ઉપરાંત ત્રણ હજારના માલની પણ ઉધાર ખરીદી કરી હતી.
પિતા પુત્રની આ ત્રિપુટીએ બગસરાના હોસ્પિટલ રોડ ઉપર રજનીકાંત નંદલાલ સવાણી એન્ડ સન્સ નામના કાપડના વેપારી હિતેશભાઇ રજનીકાંત સવાણી પાસેથી પણ દર્શન બિમાર હોવાનું જણાવી 1 લાખ 65 હજાર રોકડા મળી કુલ 1 લાખ 78 હજારની રકમ પડાવી લીધ્ોલ અને તેની સામે 7 લાખ 90 હજારનો ચેક આપેલ રમેશભાઇએ ચેક આપ્યો હોય અને તેનું મૃત્યુ થયાનું જાણવા મળતા તેના બંને પુત્રોની પાસે હિતેશભાઇએ ઉઘરાણી કરતા અમારી પાસે કોઇ રૂપીયા નથી તમારા રૂપીયા મારા પિતા તેમની સાથે લેતા ગયા છે તેવો જવાબ આપેલ તથા બગસરાના એસબીઆઇ પાસે રહેતા અને ગણેશ ફર્નિચર નામની દુકાન ધરાવતા આનંદભાઇ ધીરૂભાઇ રાજ્યગુરૂની પાસેથી પણ આ ત્રીપુટીએ 30 હજારનું ફર્નિચર અને 2 હજાર રોકડા ઉછીના મળી 32 હજારનો ચુનો લગાવ્યો હતો અને હવે બગસરાના આ સાતેય વેપારીઓ રમેશભાઇના બંને પુત્રો પાસે ઉઘરાણી કરે તો તમારે રૂપીયા જોતા હોય તો મારા પિતા પાસેથી ઉપર જઇને લઇ આવો અને હવે ફોન કરશો તો મગજમારી થશે તેવી ધમકી આપતા હોય બગસરાના વેપારીઓએ બગસરા પોલીસમાં મૃત્યુ પામેલ રમેશભાઇ અને તેના બંને પુત્રો સામે કુલ 20 લાખ જેવી રકમની છેતરપીંડી કર્યાની લેખીત રજુઆત કરી છે.