અમરેલીનાં પ્રકૃતિનાં વડલા સમા સ્વ. જીતુભાઇને શ્રધ્ધાસુમન અર્પણ

  • સ્વ. જીતુભાઇ તળાવીયા વિચારો અને આપલેથી મોટા ગજાનો માણસ હતો : શ્રી સંઘાણી
  • અમરેલી પરિવાર અને પટેલ વિદ્યાર્થી આશ્રમનાં સંયુક્ત ઉપક્રમે શોકસભા મળી
  • શ્રી દિલીપભાઇ સંઘાણી, અશ્ર્વિનભાઇ સાવલીયા સહિત વિવિધ ક્ષેત્રનાં આગેવાનોની ઉપસ્થિતી
  • શોકસભામાં પર્યાવરણ વીદ શ્રી જીતુભાઇ તળાવીયાનાં અનેક સંસ્મરણોને વાગોળ્યાં
  • અમરેલી શહેર ભાજપ અને સહકારી ક્ષેત્રનાં આગેવાનોએ જીતુભાઇને શોકાંજલી પાઠવી

અમરેલી,
અમરેલીના પર્યાવરણ વીદ ગ્રીન એમ્બેેસેડર સ્વ. જીતુભાઇ તળાવીયાની શોકસભા લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં નાફસ્ક્રોબના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ શોકસભામાં અધ્યક્ષ સ્થાનેથી શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવેલ કે સ્વ. જીતુભાઇ તળાવીયા વિચારો અને આપલેથી મોટા ગજાનો માણસ હતો. પર્યાવરણ અને ભાષામાં તેમનું મોટુ યોગદાન હતું. પર્યાવરણ ક્ષેત્રે તેમનું વિશાળ ગૃપ હતું અને સૌ તેમની સાથે જોડાયેલા હતા. ઇશ્ર્વર તેમના આત્માને શાંતી અર્પે અને પરિવાર જનોને દુ:ખ સહન કરવાની શકિત અર્પે તેવી પ્રાર્થના. અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાએ જીતુભાઇને પ્રકૃતિ અને ભાષાના વડલા સમાન ગણાવ્યા હતા. જીતુભાઇના ગામે ગામ છાયા છે. તેમને વાવેતર કરેલ વડા અને લીમડાઓ ઉભા છે. તેમના અધ્ાુરા રહેલા કાર્યો પૂરા કરીએ તેજ સાચી શ્રધ્ધાંજલી છે. અમરેલી જી.ખ.વે. સંઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયાએ પ્રેમનું જરણુ પ્રકૃતિમાં મળી ગયુ તે જીતુભાઇ તળાવીયા શિક્ષણ પ્રેમી હતા. આજે પર્યાવરણ અને શિક્ષણને તેમની ખોટ જણાશે. હરિભાઇ સાંગાણીએ જીતુભાઇને સૌના મિત્ર અને મુઠી ઉચેરો માણસ અણધારી વિદાયથી સૌને આચકો આપનારી છે. જીતુભાઇ કેટલુ જીવ્યા તે નહીં પરંતુ કેવુ જીવન જીવી ગયા તે મહત્વનું છે. ધોરાજીના વિનુભાઇ ઉકાણીએ જણાવેલ કે, જીતુભાઇ સાથે છેલ્લા 40 વર્ષથી સબંધો છે. તેમની પર્યાવરણની વિશીષ્ટ પ્રવૃતિ સાથે અમો પણ જોડાયેલ છીએ. મોટાભાઇ સંવટે જણાવેલ કે, જીતુભાઇ સાથે વર્ષોથી સબંધ હતો. ગામડે ગામડે તેમને યુવક સંઘની પ્રવૃતિ કરેલ. પ્રકૃતિ અને શિક્ષણ પ્રત્યે તેમની ઉમદા કામગીરી હતી. બીપીનભાઇ જોષીએ જણાવેલ કે, આપણી ઇચ્છા પંકતીઓની હોય છે. જીતુભાઇ સાહિત્યનો ઉડો માણસ ગુજરાતના પ્રોફેસરો પણ ટુકા પડે તેવી તેમની ભાષા અને ઓળખ હતી. બાબરાના પીઢ પત્રકાર ઉમંગરાય છાટબારે જણાવેલ કે, જીતુભાઇને હું વટ વૃક્ષ તરીકે ઓળખતો પર્યાવરણના જતન માટે તેમની મોટી સેવાઓ હતી. પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઇ ભાદાણીએ જણાવેલ કે, જીતુભાઇ આપણા વચ્ચે નથી. પરંતુ તેમના કરેલા કાર્યો આજે પણ મોજુદ છે. તેમના પથ પર ચાલીને તેમના અધુરા કાર્યો પૂર્ણ કરીએ તેજ સાચી શ્રધ્ધાંજલી છે. દિલશાદભાઇ શેખે જણાવેલ કે, જીતુભાઇને અપના બજારનો વિચાર આવેલ અને ત્યાર બાદ પર્યાવરણ ક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપેલ છે. અને તેવો પ્રકૃતિ પ્રેમી હતા.
આ શોકસભામાં તુષારભાઇ જોષી અમરેલી શહેર ભાજપ પ્રમુખ, અમરેલી જી.મ.સ. બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, જનરલ મેનેજર બી.એસ. કોઠીયા, રૂજુલભાઇ ગોંડલીયા, અમર ડેરીના એમ.ડી. ડો. આર.એસ. પટેલ, રેખાબેન માવદીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, પાલિકાના બાંધકામ સમિતીના ચેરમેન કોમલબેન રામાણી, અરૂણાબેન માલાણી, બાબુભાઇ હિરપરા, નારણભાઇ ડોબરીયા, શૈલેષભાઇ પરમાર, જે.પી. સોજીત્રા, શહેર સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ મુકુંદભાઇ મહેતા, કાંતીભાઇ સતાસીયા, ઘનશ્યામભાઇ ત્રાપસીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કાળુભાઇ પાનસુરીયા, સંજયભાઇ રામાણી, અંટાળીયા મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિઠ્ઠલભાઇ માદલીયા, ગોબરભાઇ બોરડ,હકુભાઇ ચૌહાણ, પોપટલાલ કાશ્મીરા, રાજેશભાઇ માંગરોળીયા, શૈલેષભાઇ પરમાર તેમજ જીલ્લા બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. શોકસભાનું સંચાલન ભાવનાબેન ગોંડલીયા દ્વારા કરવામાં આવેલ.