અમરેલીનાં બસસ્ટેન્ડનો રોડ છે કે લપસણી?

અમરેલીનાં નવા બસસ્ટેન્ડનું કામ ચાલે છે. હાલ સાઇડમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ વરસાદનાં કારણે બસ સ્ટેન્ડમાં લોકોએ પહોંચવું પણ મુશ્કેલ બને તેવી હાલત છે. ગમે ત્યારે લોકો લપસી પડે છે. તેથી પ્રશ્ર્ન થાય છે કે બસ સ્ટેન્ડનો આ રોડ છે કે લપસણી?

  • અમરેલીનાં ગજેરાપરામાં રોડની હાલત બિસ્માર

અમરેલીનાં ગજેરાપરામાં તાજેતરનાં વરસાદથી રોડની હાલત સાવ બિસ્માર બની છે લોકોએ ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. ત્યારે જવાબદારોએ તત્કાલ રોડ બનાવવા અને હાલ પુરતી અવર જવર થઇ શકે તેવી વ્યવસ્થા કરવાની જરૂરત ઉભી થઇ છે. તેની ગવાહી આપતી તસ્વીરમાં નજરે પડે છે.