અમરેલીનાં બાયપાસે મધરાત્રે બ્રાહ્મણ સોસાયટીનાં બાઇક ચાલકનું વાહન હડફેટે મોત

અમરેલી,
અમરેલીનાં બાયપાસે મારૂતી શો રૂમ પાસે બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા કિરીટભાઇ જીવાભાઇ દવે નામના બાઇક સવારને કોઇ અજાણ્યા વાહને હડફેટે લેતા 108 માં તેને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા કિરીટભાઇના મામા દિલીપભાઇ ગોરધનભાઇ દવે રહે. બ્રાહ્મણ સોસાયટી, રામનગર શેરી નં.6 એ અજાણ્યા વાહનચાલક સામે પોતાના ભાણેજને હડફેટે લઇ મોત નિપજાવ્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.