અમરેલી,અમરેલીના માધવનગરમાં શિક્ષકના મકાને ત્રાટકેલ ચડ્ડી બનીયાનધારી ગેંગને લોકોએ પ્રતિકાર કરી ભગાડયા બાદ ગઇ કાલ રાત્રે એજ વિસ્તારમાં આવેલ માધવનગરમાં ચોર ટોળકીએ પથ્થરમારો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી ની લાઠી રોડ પર આવેલી માધવ નગર સોસાયટી માં ગત રાત્રી એ 3 વાગ્યે ચોર ટોળકી દ્વારા પત્થર મારો થતાં સોસાયટી ના લોકો માં ભય નો માહોલ છવાયો અવારનવાર લુટારુ ટોળકી માધવ નગર ને નિશાન બનાવે છે.ઘોડે સવાર પોલીસ પેટ્રોલિંગ થાય તેવું સોસાયટી ના લોકો ઈચ્છી રહ્યા છે.