અમરેલીનાં માયાબેન કાછડીયાએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી

અમરેલી,
વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં દરેક તહેવારો પણ આપણે સૌ સાવચેતી પૂર્ણ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ના પુત્રવધુ શ્રીમતી માયાબેન પીયૂષભાઈ કાછડીયા તરફ થી તેમના ભાઈને રાખડી બાંધતા પહેલા તેમના વિસ્તારમાં સફાઈ કામ કરતા કોરોના વોરિયર્સને રાખડી બાંધી કોરોના વોરિયર્સનું અનોખું સન્માન કરેલ હતું.આ તકે સાંસદશ્રીએ સૌને અપીલ કરતા જણાવેલ છે કે, આપ પણ આપના વિસ્તારમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને રાખડી બાંધી તેમનું સન્માન કરો તેવી અપેક્ષા સાથે સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.