અમરેલીનાં મુખ્ય જિ.આરોગ્ય અધિકારી ડો.પટેલની ગાંધીનગર ખાતે બદલી થઇ

  • કોરોનાનાં વેક્સિનેશનની ચાલતી કામગીરી વચ્ચે

અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનાનાં વેક્સિનેશનની ચાલી રહેલી કામગીરી વચ્ચે આજે સરકાર દ્વારા અમરેલીનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ. પટેલની ગાંધીનગર ખાતે નાયબ નિયામક રૂરલ હેલ્થ કમિશ્ર્નર આરોગ્યની કચેરી ગાંધીનગર ખાતે બદલી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હડકવા વિરોધી રસી માટે ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર દ્વારા વિધાનસભામાં રજુઆત થઇ હતી અને કોવિડનાં દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરવાનાં મામલે પણ શ્રી પટેલ સામે ઉહાપો થયો હતો. હાલમાં તેમની જગ્યાએ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જયેશ પટેલને તેમનો ચાર્જ અપાય તેવી શક્યતા છે. શ્રી જયેશ પટેલ વહિવટી, સુજબુજ અને કુનેહ ધરાવે છે અને તેમણે સુંદર કામગીરી કોવિડમાં કરેલ છે.