અમરેલીનાં મોટા આંકડીયામાં આરોગ્ય કેન્દ્ર અને સ્મશાનની મુલાકાત લેતા કલેક્ટર

અમરેલી,
મોટા આંકડીયા ગામે તા. 5/5/21 ના રોજ કલેકટર પ્રાંત મામલતદાર ટીડીઓ ટીએચઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત તેમજ માનનીય કલેકટર દ્વારા જાહેર કરેલ કોવિડ – 19 મહામારીમાં મૃત્યુ પામેલાની ડેડબોડીને મોટા આંકડીયા ખાતે આવેલા. લુણીધાર રોડ પરના સ્મશાનને ડેડીકેટેડ અંતિમવિધિ સ્થળ તરીકે જાહેર કરેલ છે. તે સ્થળની કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવેલી હતી. જેમાં મોટા આંકડીયા ગામના સરપંચ રમેશભાઇ ધીરૂભાઇ બાવીશી ઉપસરપંચ ઘનશ્યામભાઇ ઠુંમર ગામના સામાજિક આગેવાન સી.પી. બાવીશી, સુરેશભાઇ બાવીશી, રાજુભાઇ બાવીશી તેમજ તલાટીમંત્રી વિમલભાઇ ઠોસાણી તથા વી.સી.ઇ. જીજ્ઞેશ ગોસાઇ ઉપસ્થિત રહેલા હતા. તેમજ કલેકટર દ્વારા સ્મશાનની કામગીરીને બિરદાવવામાં આવી હતી. અને સમસ્ત ટીમને અભિનંદન આપવામાં આવેલા.