અમરેલી,
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમ સબંધિત ગુનાઓના આરોપીને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સાયબર ક્રાઈમ પો.સ્ટે. ને માર્ગદર્શન આપવામાં આવેલ હોય આ અંગે પરીણામલક્ષી કામગીરી કરી સાયબર ક્રાઈમ સબંધિત પ્રવુતિ અટકાવવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી કે.સી.પારગી, પો.સ.ઇ.શ્રી જી.જે.મોરી, પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા પો.સ.ઇ.શ્રી એચ.બી.કોવાડીયા સાહેબ સાયબર ક્રાઈમ પો.સ્ટે. અમરેલીનાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારના નાણા પરત આપવાની કામગીરી કરવામાં આવેલ હતી. અત્રેના પો.સ્ટે. ખાતે અમરેલી તાલુકાના મોટા ગોખરવાળાના ઘનશ્યામભાઈ અરજણભાઈ કથીરીયાએ તેમનાજ ગામના મહેશભાઈ વલ્લભભાઈ વોરા હાલ સુરતના રહેવાસી વિરુધ્ધ ગુ.ર.નં.11193063230002/2023, ગ2એ કલમ 406, 420 તથા 1044 2217 05115 550 100504 9120041105 5054045 45555150 9 15/1ર/1 રઇ.:ડ 1978 ની કલમ 4,5,6 તથા 60ર/1 21ર 010 એ11015પ 0 2100311013 0એ1-ની કલમ 3 તથા 1.1.એક્ટ ક.66(ડી) મુજબ ફરિયાદ લખાવવામાં આવેલ હતી. આ બનાવની વિગતમાં આરોપી મહેશભાઈએ તેનાજ ગામના ઘનશ્યામભાઈને વિશ્વાસમાં લઈ 5/4 1110 નામની ફ્રોડ એપ્લિકેશનમાં રોકાણ કરાવડાવી, દૈનિક 2-3% જેટલું વ્યાજ આપવાની લાલચ આપી, ઉપરાંત વધુ વળતર અપાવવાના બદઇરાદે પોતાના આઇ.ડી માધ્યમે તેમની નીચે વધુ સભ્યો બનાવડાવી વધુ કમીશન અપાવવાની લાલચ આપી કટકે-કટકે કુલ રૂ.15,58,000/- પડાવી લીધેલ હતાં. તા.15/03/2023 ના રોજ ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં સુરત મુકામેથી ટેકનિકલ સોર્ચ તથા હ્યુમન રિસોર્ચની મદદથી આરોપી મહેશ વલ્લભભાઈ વોરા, ઉ.વ.38, રહે. મોટા ગોખરવાળા, તા. જિ. અમરેલીને પકડી પાડેલ, પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.