અમરેલી,
ગત રવિવાર અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કારોબારી સભા મળેલ. જેમાં અમરેલી જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યુવા કેળવણીકાર હસમુખ પટેલને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ગુજરાત રાજ્યના ચાર જોન માં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઝોનના સંગઠન નો સ્વતંત્ર કારભાર હસમુખ પટેલ ને સોંપવામાં આવ્યો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા તેમજ મહામંત્રી રાજેશભાઈ નાકરાણી નવ નિયુક્ત સંગઠન મંત્રી તરીકેનો ચાર્જ હસમુખભાઈ પટેલને સોપતા સન્માનિત કર્યા હતા સમગ્ર રાજ્યમાંથી પધારેલા તમામ જિલ્લાના પ્રમુખ અને હોદ્દેદારો ઓની હાજરીમાં કારોબારી અને સાધારણ સભા સંપન્ન થઈ .