અમરેલીનાં રાજકમલ ચોકમાં આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન : 9 ની અટકાયત

અમરેલી,ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા કોમર્શીયલ ગરબા પર જીએસટી લગાડવામાં આવતા અમરેલી આમઆદમી પાર્ટીના નિકુંજભાઇ સાવલીયાની આગેવાની નીચે કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન રાજકમલ ચોકમાં કરવામાં આવ્યા હતા અને આમઆદમી પાર્ટીના કાર્યકરોએ ગરબા લઇ 18 ટકા જીએસટીનો વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યો હતો.બાદમાં પોલીસ દ્વારા નિકુંજભાઇ સાવલીયા, રવિભાઇ ધાનાણી, ભરતભાઇ નાકરાણી, વિરેન્દ્રભાઇ વાઘેલા, વનરાજભાઇ વાળા, રમણીકભાઇ બાલધા, સુખાભાઇ વાળા, સુરેશભાઇ માલકીયા, જયદીપભાઇ પાંચાણી, ભરતભાઇ બારોટ સહિત 9 ને ડિટેકટ કરવામાં આવ્યા હતા.